કોસમાડીથી 1.84 લાખના દારૂ સાથે એક પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનીટરીંગ સેલએ સોમવારના રોજ કોસમાડી ગામે રહેતા બુટલેગરને ત્યાં રેડ કરી ઘરમાં તેમજ અન્ય ઘરમાં બનાવેલા ભોયરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો તથા બીયરની કુલ્લે 2656 કિંમત 1,84,050 તથા મોબાઈલ મળી કુલ્લે 1,95,050નો મુદમાલ પકડાયો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હે.કો ગુલાબભાઈ તથા તેમની ટીમ સોમવારના રોજ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના કોસમાડી ગામની સીમમાં વસાવા ફળીયામાં રહેતો રાજુભાઈ રમેશભાઈ વસાવા તથા માતા ગીતાબેન રમેશભાઈ વસાવા દારૂનુ વેચાણ કરે છે.જે બાતમીના આઘારે પીએસઆઈ અસરફખાન બલોચ સ્ટાફ સાથે રેડ કરતા રાજુ વસાવા પકડાઈ ગયો હતો. તપાસ કરતા ઘરમાં તથા કોલોનીમાં બીજા ઘરે ભોયરમાં સંતાડેલો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવતા પોલીસે કુલ્લે 2656 કિંમત 1,84,050 તથા ત્રણ મોબાઈલ કિંમત 11,000 મળી કુલ્લે 1,95,050 નો મુદમાલ મળી આવતા રાજુને અઠક કરીને પુછપરછ કરતા ત્રણ દિવસ અગાઉ ઓડર મુજબનો જથ્થો બારડોલી ખાતે રહેતો બુટલેગર કેયુર રોહિતભાઈ ભંડેરી અને એક બીજો ઈસમ બીએમડબ્લયુ કારમાં આપી ગયો હતો.

આમ રાજુની માતા ગીતાબેન અને દારૂ આપનાર કેયુર ભંડેરી તથા અજાણ્યો ઈસમને વોન્ટેંડ જાહેર કરી કામરેજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ હેથળની ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...