માયપુર પાસે બાઇક સ્લિપ થતાં ઘવાયેલા બે ભાઈ પૈકી એકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા તાલુકાના બોરખડી ખાતે રહેતા બે ભાઈઓની મોટરસાઈકલ સ્લીપ થતા મોટરસાઈકલ ચાલકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેની સારવાર દરમિયાન ગત રોજ મોત નીપજ્યું હતું. જયારે નાના ભાઈને વધતી ઓછી ઇજા થતા હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.

વ્યારા તાલુકાના બોરખડી ગામના પહાડી ફળિયામાં અતુલ દેવસિંગભાઇ ચૌધરી તેના મોટા ભાઈ અમિતભાઇ દેવસિંગભાઇ ચૌધરી તેમજ પરિવાર સાથે રહે છે. ગત 5 મી મેના રોજ અતુલભાઈ ચૌધરી દ્વારા મોટર સાયકલ નંબર (GJ-19P-9937) પર મોટા ભાઈ અમિત ચૌધરીને બેસાડી માયપુર ગામેથી બોરખડી ગામ તરફ કામકાજ માટે આવી રહ્યા હતા. તે દરમિયાન ત્યારે માયપુર ગામની પ્રાથમિક શાળા પાસે મોટર સાયકલ સ્લીપ થઇ જતા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન મોટા ભાઈ અતુલભાઇ દેવસીંગભાઇ ચૌધરી (28)નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નાના ભાઈ અમીતભાઇ દેવસીંગભાઇ ચૌધરીની ફરિયાદને આધારે વ્યારા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પોસઈ એસ. જી. પરમારે હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...