તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીની રામકો પેપર મિલના 6 પૈકી 1 કામદારનું અંતે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામકો પેપર મિલમાં પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક લીક થતા 6 કામદારો ગંભીર રીતે ગેસના સંપર્કમાં આવતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાપીના થર્ડ ફેસમાં આવેલ રામકો પેપર મીલમાં સોમવારે બપોરે 25 દિવસથી સંગ્રહ કરાયેલા પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક ગેસ લીક થતા 6 કામદારો બેભાન થઇ ગયા હતા. પલ્પની ટાંકીમાં એચ2એસ(હાઇડ્રોજન સલ્ફાઇટ્સ), સીએચ4(મિથેન) અને સીઓ(કાર્બન મોનોક્સાઇડ) સંગ્રહ કરાયો હતો. ઘટના બાદ પોલીસ જ્યારે ઇજાગ્રસ્તોનું નિવેદન લેવા હોસ્પિટલ પહોંચી ત્યારે તમામ કામદારો બેભાન હાલતમાં મળી આવતા ગેસની ગંભીર અસર થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉદેશ શર્મા ઉ.વ.36, મીથીલેશ ઉ.વ.38, તપન ઉ.વ.35, ઉદસીંગ ઉ.વ.45, સીકંદર મુખીયા ઉ.વ.40 નામના આ 5 કામદારો વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે એક કામદાર રાજેન્દ્ર મદન મિશ્રા ઉ.વ.31 ચલા ખાતે શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગેસ ગળતર બાદ શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો કામદાર રાજેન્દ્ર મિશ્રાએ મંગળવારે રાતના 12.45એ દમ તોડી દેતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. બુધવારે એફએસએલની ટીમે પણ કંપનીની મુલાકાત લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો