તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘપરા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતાં એકનું મોત, એકને ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના વાઘપુરા પાસે બે બાઈક સવારોને રાજપારડી તરફથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એક બાઈક સવારનું ઘટના સ્થેળેજ મરણ થયું હતું જયારે બીજા બાઈક સવાર ને ગંભીર ઈજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ પાસે જંગલ ખાતાનું કામ ચાલી રહ્યુ છે. આ કામમાં નેત્રંગ તાલુકાના કેટલાક લોકો કામ કરી રહ્યા છે. ગતરોજ સાંજે વાઘપુરામાં કામ કરતા કામદારો પૈકી રાકેશ જેસીંગ વસાવા અને અભિષેક દીપક વસાવા ઝઘડિયા ખરીદી કરવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન વાઘપુરા નજીકથી પસાર થતા સમયે રાજપારડી તરફથી આવતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર બંને યુવકો રોડપર પટકાયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્તો પૈકી અભિષેક દીપક વસાવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે રાકેશ જેસીંગ વસાવાને 108 મારફતે ભરૂચ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની ફરિયાદ કિશન વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વાઘપરાથી ખરીદી કરવા બે યુવકો બાઈક લઈને ઝઘડિયા જઈ રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...