તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની ટક્કરે મોપેડ સવાર અેકનું મોત : અેક ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાના દિવાળીપૂરા ડભોઇ રોડ ખાતે રહેતાં બે શખ્સો તેમની જ્યુપિટર મોપેડ પર વલણ ગામે લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. જ્યાંથી પરત ફરતી વેળાં વાગરા તેમના સંબંધીની મુલાકાત લેવા જતાં વાગરા હાઇસ્કૂલ પાસે અેક ટ્રક ચાલકે તેમને અડફેટમાં લેતાં તે પૈકી અેકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય અેકને ગંભીર હાલતમાં નજીકના અારોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.

વડોદરાના ડભોઇ રોડ પર અાવેલાં દિવાળીપૂરા ખાતે રહેતાં 60 વર્ષીય શાકીર ઉમર શેખ તેમના મિત્ર ઉસ્માન ઇબ્રાહીમ પટેલ સાથે વલણ લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. પ્રસંગ પુર્ણ થયાં બાદ તેઅો વાગરા ખાતે અેક સંબંધીને મળવા જઇ રહ્યાં હતાં. ત્યારે વાગરા હાઇસ્કૂલ પાસે અેક ટ્રક ચાલકે તેમને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાયાં હતાં. જેમાં શાકિર શેખના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ઉસ્માન પટેલને નજીકના અારોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો