તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમરપુર આવધા માર્ગ પર હાલમાં જ બનેલ નાળાનો રોડ ઉખડી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધરમપુરથી આવધા, વિલ્સનહિલ તરફ જતા માર્ગ ઉપર રસ્તાની કામગીરીના ભાગરૂપે બનાવેલા નાળાઓના સ્લેબની બંને તરફ પુરાણ કરવા માંગ ઉઠી છે. રસ્તા ઉપર નવા નાળાઓ અને રસ્તાની ઉંચાઈમાં જોવા મળતા તફાવત અને પસાર થતા વાહનોને લઈ ઉડતી ધૂળની ડમરીઓને પગલે વાહન ચાલકોને હાલાકી ઉઠાવવી પડી રહી છે. જેને લઈ આ નાળાઓના સ્લેબની બંને તરફ યોગ્ય પુરાણ કરી રસ્તા સાથે સમતળ કરવામાં આવે એવી માંગ આ માર્ગના વપરાશકર્તાઓમાં ઉઠી છે. વિલ્સનહિલ, ગુંદીયા, તુતરખેડ અને આવધા, હનમતમાળ, બિલ્ધા સહિત અંતરિયાળ વિસ્તારના ગામો તરફ વાહનોની અવરજવર થતી હોય છે. મહત્વના આ રસ્તા ઉપર નાળાઓ બન્યા છે. આ નાળાઓના સ્લેબ અને રસ્તા વચ્ચે ઊંચાઈના તફાવતને લઈ ગફલતમાં વાહન અકસ્માત થવાની શક્યતા નકારી શકાય એમ નથી. ત્યારે તંત્ર સર્વે હાથ ધરી લોકોની સુખાકારી અને સલામતી માટે આ નાળાઓ પર પુરાણ સહિતની કામગીરી કરે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો