તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ ખાતેની દામા રેસિડેન્સીમાં ફ્લેટનું તાળું તોડી ધોળા દિવસે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ ખાતેની દામા રેસિડેન્સીમાં ફ્લેટનું તાળું તોડી ધોળા દિવસે લોકરમાં મુકેલ સોનાના દાગીના કિંમત રૂપિયા 2.54 લાખની મત્તાની ચોરી કરી ચોર ઈસમો નાસી જવાની ઘટના બની છે.

ઉમરગામ ગોકુલધામ ખાતે દામા રેસિડેન્સી નામક સોસાયટીના ફ્લેટ નંબર 101 માં રહેતા ફરિયાદી સરિતાબેન રામચંદ્ર પાટીલ પોતાના ફ્લેટને તાળું મારી શુક્રવારે સવારે નોકરીએ ગયા હતા પરત સાંજના આવીને જોયું તો તેમના ફ્લેટના દરવાજાનું તાળું કોઈ ચોર ઈસમોએ કઈ સાધન વડે તોડી ફ્લેટમાં પ્રવેશ કરી લોકર માં મુકેલ સોનાના દાગીના મંગલસૂત્ર, પેન્ડલ, ઝુમ્મર, બ્રેસલેટ, ચેન વગેરે દાગીના જેની કિંમત રૂપિયા 2.54 લાખ ની મત્તાની ચોરી કરી ચોર ઈસમો નાસી ગયા હતા આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સરિતાબેન રામચંદ્ર પાટીલ રહે ઉમરગામ ગોકુલધામ દામા રેસીડેન્સી એ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુલાબી ઠંડીના મોસમમાં ભૂતકાળમાં ઉમરગામ પંથકમાં અનેક ઘર ફોડ ચોરીની ઘટના બની હતી પરંતુ ધોળા દિવસે ફ્લેટનું તાળું તોડી ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો