તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાંથી સેપીની ટીમ પરત જતાં ફરી હવા પ્રદૂષણ વધવાની બૂમ ઊઠી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રીટીકલ ઝોન માટે આવેલી સેપીની ટીમ જતાજ ફરી હવા પ્રદુષણ વધવાની બૂમ ફરી ઉઠવા પામી છે. છેલ્લા 20 દિવસ થી હવા પ્રદુષણની માત્રામાં ધટાડો જોવા મળ્યા બાદ અચાનક પ્રદુષણ માત્રા વધી જવા પામી છે. વધેલી માત્રાને લઇ પર્યાવરણવાદીમાં ફેલાયો આક્રોશ ફેલાયો હતો.

ક્રીટીકલ ઝોનની સમસ્યાને લઇ એકતરફ ઉદ્યોગો પોતાનો વિકાસ રૂંધાયો છે. તેવી બૂમ લગાવી રહ્યા છે. તેવામાં સેપી આંક માટે આવેલ કેન્દ્રની ટીમ છેલ્લા 10 દિવસ થી અંકલેશ્વર પાનોલીમાં માં ધામા નાખી વિવિધ સ્થળે નમૂના લીધા હતા. જે ગતરોજ પોતાની ફાઇનલ સેમ્પલ લઇ રવાના થઇ ગઈ હતી. અને તેના બીજા દિવસે ફરી એકવાર હવા પ્રદુષણનો આંક વધી ગયો હતો.

જીપીસીબી એર કોલેટી ઈન્ડેક્ષમાં 226 આંક પર પહોંચ્યો હતો. એટલુંજ નહિ પી.એમ 2.5 એવરેજ 226, પી.એમ 10 138, એકદમ વધુ માત્રામાં જોવા મળ્યા હતા. જેને લઇ પર્યાવરણ - વાદીમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સેપીની ટીમ આવા પૂર્વે ઉદ્યોગકારો જોડે મીટીંગ યોજી કંટ્રોલમાં રહેવાની તાકીદ કરી હતી। જેવી સેપી ટીમ ગઈ કે તરતજ હવા પ્રદુષણ વધતાજ લોકોમાં તેમજ પર્યાવરણવાદી ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો