પારડી હાઇવે પર કન્ટેનરે રોંગ સાઇડે ત્રણ વાહનમાં અથડાતા ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી દમણીઝાંપા હાઇવે બ્રિજ ઉપર બુધવારે બપોરે કારને ટક્કર મારીને કન્ટેનર રોંગ સાઇડે પહોંચી અન્ય ત્રણ વાહન સાથે અથડાયું હતું. એક સાથે ચાર વાહન વચ્ચે થયેલા અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે 2 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા.

પારડી હાઇવે ઉપર સુરતથી વાપી તરફના ટ્રેક પર કન્ટેનરના ચાલક સામેની અમદાવાદ તરફના ટ્રેક કન્ટેનર આરજે -09-જીબી-2858 ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની ટ્રેક પર ટેન્કર એમએચ -04-ડીડી- 8429 સાથે કન્ટેનર ધડાકા ભેર અથડાતાં ટેન્કરમાં ઘુસી ગયું હતું. ચાલક સ્ટીયરીંગ સાથે ટેન્કર વચ્ચે દબાઈ જતા તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જયારે પાછળથી આવતી ટ્રક જીજે11-ઝેડ- 9334 ટેન્કરના પાછળ અથડાઇ હતી. જેમાં ટ્રક ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઉમરગામના જીઆરડી જવાન સુરજ શેરસિંગ તિસવા પોતાની કાર જીજે15-સીએચ-4822 નો અકસ્માતમાં એન્જીન નો ભાગ તૂટી ગયો હતો. જીઆરડી જવાનને સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...