તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં ચંદ્રલોક કોમ્પ્લેક્ષના પહેલા માળે સોના પર લોન આપતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીમાં ચંદ્રલોક કોમ્પ્લેક્ષના પહેલા માળે સોના પર લોન આપતી આયઆયએફએલ બ્રાંચમાં ગુરૂવારે તમંચા અને કોયતા બતાવી 13 કરોડની લૂંટ ચલાવનારા 6 લૂંટારૂઓ કાર લઇ વાપી હાઇવે તરફ ભાગ્યા હતા. જ્યાંથી અંતરિયાળ માર્ગ થઇ મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. તમંચા અને કોયતાથી દાગીના લૂંટનારી મહારાષ્ટ્રની અન્ના ગેંગની સંડોવણી આ કેસમાં હોવાની પોલીસને શંકા છે.

વાપી સેલવાસ મેઇન રોડ પર ચણોદમાં આવેલ ચંદ્રલોક કોમ્પ્લેક્ષના પહેલા માળે સોના પર લોન આપતી આયઆયએફએલ બ્રાંચમાં ગુરૂવારે સવારે 10 વાગે 6 લૂંટારૂઓ તમંચા અને કોયતા કર્મચારીઓને બતાવી સબકે સબ એક કોને મેં ખડે હો જાઓ કહી તમામના હાથ-પગ અને મોઢા પર સેલોટેપ બાંધીને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લોકરમાંથી રોકડા રૂ.3.21 લાખ અને 31.728 કિલો દાગીના મળી રૂ.6,58,99,328 કે જે હાલ બજાર ભાવ પ્રમાણે 13 કરોડ થાય છે તેની લૂંટ ચલાવી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બ્રાંચ બહારના સીસીટીવી ફૂટેજ પ્રમાણે તેઓ કારમાં મુદ્દામાલ ભરી વાપી ચારરસ્તા હાઇવે તરફ ભાગ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓ અંતરિયાળ માર્ગે મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે સુરત રેંજની તમામ તપાસ એજન્સી સાથે રાખી આ ગેંગને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અન્ના ગેંગ જે તમંચા અને કોયતા વડે દાગીનાની લૂંટ ચલાવે છે તે ગેંગ ઉપર શંકા જતા પોલીસે તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો