તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3જી માર્ચે સીએમ રૂપાણી તાપીના સોનગઢમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મૂકશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી તા. ૩જી, માર્ચના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઇ હતી.

વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમના સૂચારૂ આયોજન બાબતે તમામ અધિકારીઓએ તેમને સોંપેલી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા તેમણે ટુંક સમયમાં સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કરવાની હોય તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી તેની વિશેષ તકેદારી રાખવા તાકીદ કરી તેમણે સ્ટેજ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે વિગતે સમીક્ષા કરી હતી. વધુમાં કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઠિત વિવિધ સમિતિઓની માહિતી મેળવી તમામ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી કામગીરીને ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરે એવી અપેક્ષા વ્યકત કરી હતી.

કલેકટર આર.એસ.નિનામાએ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. તેમણે જિલ્લા તમામ અધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય એ માટે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાના ખેડૂતો માટેની રૂા. ૯૫૦ કરોડની સિંચાઇ યોજનાઓનું ભૂમિપૂજન, રૂા. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી માંડવી-માંગરોળ-ઉંમરપાડા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, રૂા. ૭૯૯૩.૯૪ લાખના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી લાભાર્થીઓને વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે. બી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન. એન. ચૌધરી, અધિક નિવાસી કલેકટર બી. બી. વહોનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, પ્રયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયતના સભ્ય અર્ચનાબેન વસાવા, અગ્રણીઓ રાજેન્દ્રસિંહ કુંવર, મહેન્દ્રભાઇ પટેલ, વ્યારા નગરપાલિકાના કારોબારી ચેરમેન રાકેશભાઇ કાચવાલા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો