તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં અદાવતમાં મારામારી મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરામાં બે જૂથો બાખડયા હતા. અગાઉની અદાવત રાખી એકને બીલીમોરા ખાઉધરી ગલીમાં અને સામાં પક્ષે બીજાને અંબિકા પુલ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે માર મરાતા બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવતાં બીલીમોરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત સારવાત હેઠળ. આશિષ અશોકભાઈ ટંડેલ, (રહે. બીલીમોરા, માછીવાડ) ના ભાઈ હિરેન સાથે રાજેશ સુમનભાઈ પટેલ (રહે. બીલીનાકા, 101, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ) ના ભાઈ પરેશની ચાલી આવેલ જૂની અદાવતમાં બંને પક્ષે સામ સામે મારામારી કરતા બીલીમોરા પોલીસે બંને જૂથો મળી 13 જણા સામે રાયોટિંગની ફરિયાદ નોંધી છે. જેમાં પહેલા પક્ષે ફરિયાદી આશિષ અશોકભાઈ ટંડેલ (રહે.બીલીમોરા, માછીવાડના)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી આશિષ તેના મિત્રો આકાશ ભીખુભાઇ ટંડેલ,બ્રિજેશ રતિલાલ ટંડેલ અને અભિષેક નટુભાઈ શર્મા સાથે બીલીમોરા ખાઉધરી ગલીમાં ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ ખાઈને નીકળી રહ્યાં હતાં ત્યારે રાજુ ઓલગામ નામના શખ્સે અચાનક તેની સામે આવીને ફરિયાદીના માથામાં લોખંડનો ફટકો મારી દીધેલો અને તેની સાથે આવેલા મેહાંગે ...અનુસંધાન પાના નં. 2

આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ
પોલીસે મેહાંગ ઉર્ફે કાળિયો મનુભાઈ પટેલ, કેવિન ઉર્ફે ડાભુ,રાજુ, દિપક બાઠીયો સામા પક્ષે હિરેન અશોકભાઈ ટંડેલ, અલ્તાફ ભારત બેકરીવાળો, જશુનો છોકરો, માછીવાડનો રૂપલો, અંકુર, માછીવાડનો અંકિત અને અન્ય બીજા બે શખ્સો મળી કુલ 13 જણા સામે મારામારી તેમજ રાયોટિંગનો ગુનો નોંધી કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો