તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયણ લૂંટના આરોપી 3 દિવસના રિમાન્ડ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ સાયણ રોડ પર બીક પર એકલા આવતા શિક્ષકને આંતરી લાકડીના ફટકાથી જીવલેણ હુમલો કરી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં લુટારુને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવા માટે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

સાયણ વિસ્તારમાં ચોરી અને લૂંટની ઘટનામાં સક્રિય બનેલો રીઢો ગુનેગાર સાગર કૈલાશ ગૌડ (20) (રહે રાંદલમાતા મંદિર પાછળ સાયણ) તથા સંદીપ રતન પટેલ (20) (રહે આદર્શનગર-૨ સાયણ), અને નુંત્નભાઈ રાજેન્દ્રભાઈ મહંતી (19) (રહે રાંદલમાતા મંદિર પાછળ, સાયણ)નાઓએ લૂંટી લેવાનો પ્લાન બનાવી નંબર વગરની મોટર સાયકલ પર સાંધિયેર ગામ તરફ જઇને ઓલપાડ તાલુકાના કરંજ ગામે સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક જીતેશભાઈ હરકીશનભાઈ ચૌહાણ બુધવારે બપોરે ઘરે પરત જતી વખતે તેઓ બાઈક પર એકલા હોઈ લુટારુ ઇસમોએ મોકાનો લાભ ઉઠાવી તેમની બાઈક આંતરી લાકડીના ફટકા વડે માથા અને હાથ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મોબાઈલ ફોન કીમત રૂપિયા 8000 બેગ સાથે લૂટીને ભાગી જતા સાયણ પોલીસે સતર્કતાથી ગણત્રીના કલાકોમાં ત્રણે લૂંટારુ સાયણ દેલાડ પાટિયા નજીકથી ઝડપી પડ્યા હતા.ત્યારે લૂંટની ઘટનામાં પોલીસે વધુ તપાસ અર્થે ત્રણેવ લુતારુને કોર્ટમાં રજુકરી અન્ય ગુન્હાની તપાસ કરવા અર્થે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 21 માર્ચ સુધી એટલે 3 દીવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલેખનીય છેકે રીઢો ગુનેગાર સાગર એ અન્ય ગુનાને પણ અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલવાની શક્યતા છે.

લૂંટારુઓ આવતા જતા એકલ દોકલ લોકોની રેકી કરી ફટકા મારી લૂંટ ચલાવતા હતા

_photocaption_સાયણ લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપીઓ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...