Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવાગામ નજીક વાહને અડફેટે લેતા વૃદ્ધાનું મોત
કામરેજ ચાર રસ્તા પાસે નવાગામ ની હદ માં અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધા ને અડફટ માં લેતા મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બોટાદ જિલ્લા ના કેરિયા ગામ ના વતની અને હાલ અમરોલી સત્યમ એપાર્ટમેન્ટ માં ફલેટ નંબર 304 માં શ્યામજી અંબાભાઈ દીયોરા (82) પુત્ર શરદભાઇ સાથે દવાખાના માં ચેકઅપ માટે વરાછા ચીકુ વડી ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલ માં ગઢપુર ખાતે રહેતી બેન ના ઘરે જવાના હોય જેથી પુત્ર પિતા ને દવાખાને મૂકી ને જતા રહ્યા હતા. શનિવાર ના હોસ્પિટલ માંથી ગયા બાદ પુત્રી ને ત્યાં ન પહોંચતા શોધખોળ કરવા છતાં ક્યાંય ભાણ ન મળી ને રવિવાર ના રોજ સવારે 8.30 કલાકે મુંબઈ અમદાવાદ નૅશનલ હાઇવે નંબર 48 પર નવાગામ ની હદ માં મનીષા હોટલ પાસે શ્યામજીભાઈ ને અડફેટે માં લેતા ઘટના સ્થળે મોત નિપજતા પરિવાર ને જાણ કરતાં તુરત જ દોડી જઇ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.