તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદાવથી ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરઆરસેલ દ્વારા બાતમી આધારે સાવા નંદાવ રોડ ઉપરથી ટેન્કરમાંથી ફરનેશ ઓઈલ કાઢવાનું રેકેટ ઝડપી પાડી કુલ 27 લાખથી વધુનો જથ્થો કબજે લઈ 8 જણાની ધરપકડ કરી 6 જણાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત રેંજના આરઆરસેલની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ તરફ જતાં રોડ ઉપર સાવા પાટિયા પાસે શીતલ હોટલની બાજુમાંથી માંગરોળ તરફ જતા રોડ ઉપર સાવા પાટિયા પાસે નંદાવ ગામ તરફ જતા રોડ ઉપર એક કમ્પાઉન્ડવાળી જગ્યામાં વડોદરાથી ફરનેશ ઓઈલ જે બોઈલરમાં સળગાવવા માટે ઉપયોગમાં આવતુ હોય. જે ફરનેશ ઓઈલને આ કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી કાઢીને ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે રેડ કરતાં રાત્રિના અંધારામાં કેટલાક ઈસમો કોઈ કામ કરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું. જેમાં ટેન્કરના ઉપરના પાછળના ભાગે મોટર દ્વારા પ્લાસ્ટિકના પાઈપ વડે બીજી ટેન્કરમાં ફરનેશ ઓઈલ ચોરી કરતાં પોલીસને જોઈ કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતાં. જ્યારે પોલીસે કેટલાક ઈસમોન ઝડપી પાડ્યા હતાં. આ ઈસમોની પોલીસે અંગ ઝડતી લેતા તેમની પાસેથી 8 નંગ મોબાઈલ કિંમત 22000, રોકડા રૂપિયા 17350, 3 ટેન્કરમાં ભરેલ 21000 લિટર ફરનેશ ઓઈલ કિંમત 5,66,000, 4 ટેન્કરની કિંમત 21 લાખ કુલ રકમ 27,06,350નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ઘટના સ્થળથી કુલ 8 વ્યકિતની ધરપકડ કરી હતી. આ રેકેટ ચલાવનાર અને માલ લેનાર અન્ય 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.

8ની ધરપકડ કરાઇ, 6 વોન્ટેડ જાહેર
વશીમ અહેમ ખાન (રહે. વાપી, મૂળ, યુપી) અબ્દુલ ઉર્ફે ટમાટર મુત્લીફ ખાન (ડ્રાઈવર) મૂળ રહે.યુપી) સલીમ મુફ્તાર અલી શેખ (મૂળ રહે. યુપી) મોયુદ્દીન ઉર્ફે મલાડે નિઝામુદ્દીન ખાન (રહે. નંદાવ ગામ, યુપી) રિયાઝ અહેમદ ચૌધરી (રહે. યુપી) નસીમુલ્લાખાન રહેમત અલી ખાન (મૂળ રહે. યુપી) અહેમદ ઈબ્રાહીમ ખાન (મૂળ રહે. યુપી) સત્યનારાયણ રાજબલી નાયક (મૂળ રહે. યુપી)

વોન્ટેન્ડ આરોપી બહાઉદ્દીન ખાન (ઉંમરગામ, વલસાડ) અશ્વિન પટેલ (સુરત) વિજયભાઈ (સુરત) રમઝાન (સુરત), ઝૈબ મહાઉદ્દીનખાન (ઉંમરગામ વલસાડ), સફીર અહેમદ ચૌધરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો