માંડવી કન્યા શાળામાં નિષ્ઠા તાલીમ વર્ગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | એનસીઈઆરટી નવી દિલ્હી તેમજ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવ સુરત દ્વારા માંડવી કન્યા શાળા ખાતે પાંચ દિવસના નિષ્ઠા તાલીમવર્ગના શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીયકક્ષાની આ તાલીમમાં કુલ 18 મોડ્યુલ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈ પૂર્વ વ્યવસાયીક શિક્ષણ અને વિષયોનું અધ્યાયન શાસ્ત્ર સહિત સર્વાંગી વિકાસ સંદર્ભના મુદ્દાઓને આવરી લઈ શિક્ષક સજ્જતા માટેની તાલીમમાં માંડવી તાલુકાના 150 શિક્ષકો તાલીમ લઈ રહ્યાં છે. તાલીમ સાથે દરેક તાલીમાર્થી શિક્ષકોની ઓનલાઈન ટેસ્ટ સહિતનું ફિડબેક પણ લેવામાં આવે છે. તાલીમનું સંચાલન ડો. દિપીકાબહેન ચૌધરી દ્વારા થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...