તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર પારેખ ફળિયામાં ખાનગી ગટર ચેમ્બરોના ધારકોને નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના પારેખ ફળીયામાં પાણી વેડફાટ માટે જવાબદાર ખાનગી ચેમ્બર ધારકોને પાલિકાએ નોટીસ ફટકારી છે. આ ચેમ્બરો ઉભરાવાના કારણે પાણીનો વ્યય થઇ રહયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઉનાળામાં પાણીની તંગી છતાં અમુક લોકો બેદરકાર હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.

અંકલેશ્વરના પારેખ ફળીયા વિસ્તારમાં થઇ રહેલા પાણીના બગાડ અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પાલિકાના નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડી હતી. ટીમો સવારથી પારેખ ફળિયામાં તપાસ માટે દોડી ગઇ હતી. જેમાં પારેખ ફળીયા ચાલી રહેલ બાંધકામ સ્થળ તેમજ અન્ય સ્થળેથી ખાનગી ચેમ્બરો ઉભરાતી હોવાથી પાણી જાહેરમાં વહી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. વોટર વર્કસ વિભાગ ધ્વરા પાણીનો બગાડ કરવા બદલ ચેમ્બર ધારકોને નોટીસ ફ્ટકારવાની તજવીજ હાથ ધરી હતી. પાણીનો બગાડ અટકાવવા તાત્કાલીક અસરથી પગલાં ભરવા નોટીસમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...