• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Vyara News Notice Against Collector39s Responsibilities In The Diversion Chapter Without Permission On The Valmiki Bridge 074519

વાલ્મીકિ પુલ પર પરવાનગી વિના ડાયવર્ઝન પ્રકરણમાં કલેક્ટરની જવાબદારો સામે નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ ખાતે તા. 11 મીના રોજ વાલ્મિકી નદીના જુના પુલ પરથી અવરજવર કરતા વાહનોને કોઈપણ જાહેરનામા વિના ડાયવરઝન કરી દેવામાં આવી જુના પુલ પરથી ક્રેન દ્વારા પોતાનાં અંગત હિત માટે કામગીરી કરવા વાહનચાલકોને પરેશાની કરતાં જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો. તાપી જિલ્લા કલેકટર આર એસ નિનામા દ્વારા ત્રણ જવાબદારો સામે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી હતી. વાલોડમાં ચર્ચાના વિષય બનેલ ડાયવર્ઝન પ્રકરણમાં પુલ બંધ કરવાનું જાહેરનામું પાડ્યું હતું.

ગત શનિવારના રોજ વાલોડ પુલને ચારથી પાંચ કલાક માટે બંધ કરી દેવતા વાલોડની સ્થાનિક સહીત વાહનચાલકોને મુશ્કેલી પડતા ભારે રોષ વ્યાપી ગયો હતો. વાલોડ ખાતે વાલ્મીકિ નદી પર બની રહેલ નવો પુલ જુના પુલથી કેટલાક ફુટના જ અંતરે બાજુમાં જ બની રહ્યો છે. નવા પુલના ઇજારદારને પોતાના અંગત હિત માટે અને બાંધકામમાંં સરળતા રહે તે હેતુથી કોઈપણ પ્રકારના આગોતરા પગલાં કે મંજુરી લીધા વિના જુના પુલ પરથી અવરજવર કરતાં ગત શનિવાર ના રોજ વાહનોને થોડાંક કલાકો માટે બંધ કરી ડાયવરઝન આપવામાં આવ્યું હતું. આગોતરા જાહેરનામું પણ બહાર પડે તેની પણ ઇજારાદારે પરવા કર્યા વિના સંપૂર્ણ અવરજવર બંધ કરાવી દીધી હતી. ભારે વાહનો વાલોડથી વેડછી થઈ કેળકુઈ થઈ બુહારી તરફ નીકળતા હતા અને મોટર સાઇકલ ચાલકો અને કાર ચાલકોને પુલની બાજુમાંથી નદી કિનારે ઉતરવાના મોટા ટેકરા પરથી વાહન ચાલકોએ જાતે ડાયવરઝનનો રસ્તો કાઢી લીધો હતો. ધૂળીયો રસ્તો હોવાને કારણે અને ચઢાવો વધુ હોવાને કારણે ચાલકોને મુશ્કેલીઓ પડી હતી. પોલીસે આ રસ્તા પર વાહનો મોકલતાં સ્થાનિક નેતાઓને વાકેફ કર્યા હતા. આ બાબતે કેટલાક લોકોએ મામલતદાર, પીએસઆઇ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ફોનો કરી પુછપરછ કરતાં ડાયવર્ઝન અંગે જાણકારી ન હોવાનું જણાવતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. શનિવારના રોજ પુલના ઉપયોગ કરતા તમામ વાહનચાલકો અને સ્થાનિકોને અંદાજિત ચાર કલાક સુધી મુશ્કેલી પડતાં લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા હતા.

પુલ બંધ કરવા લેખિત નોટિસ મોકલી છે
વાલોડના પુલ બંધ કરવા બાબતે વાલોડ સ્ટેટ ઈજનેર, વાલોડ પોસઈ અને ડોલવણ પોસઈને લેખિતમાં નોટિસ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આર. એસ. નિનામા, કલેક્ટર તાપી

અન્ય સમાચારો પણ છે...