Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી મેઈન બજારના 46 મિલકત ધારકોને વેરા ન ભરતા નોટિશ
વાપી પાલિકાએ માર્ચ નજીક આવતાં ડોર ટૂ ડોર કલેકશન તેજ કર્યુ છે. ગુરૂવારે એક દિવસમાં ડોર ટૂ ડોર અભિયાન હાથ ધરી 2.50 લાખની વસુલાત કરી હતી. આ ઉપરાંત વાપી બજારના 10 હજારથી વધુ વેરો બાકી ધરાવતાં 46 મિલકત ધારકોને નોટિશ પાલિકાએ ફટકારતાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જો કે પાલિકા ફરી મિલકત સિલની કાર્યવાહી હાથ ધરશે. વાપી પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત વિભાગના દિપક ચીભડીયા અને સાથી કર્મચારીઓ દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી પાલિકાએ કુલ 13 કરોડના માગણાં સામે અત્યાર સુધીમાં 85 ટકા જેટલી વસુલાત કરી દીધી છે. બાકી લક્ષ્યાંક માટે ડોર ટૂ ડોર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ગુરૂવારે એક દિવસમાં ડોર ટૂ કલેકશનમાં 2.50 લાખની વસુલાત નોંધાઇ હતી. ખાસ કરીને પાલિકાએ રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા મિલકત ધારકોનુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી બજારના 46 જેટલા મિલકત ધારકોને નોટિશ ફટકાવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાએ નોટિશ આપવા છતાં વેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સિલ કરવાની કાર્યવાહી પણ પાલિકા હાથ ધરશે એવી માહિતી મળી રહી છે.
એક જ દિ’માં ડોર ટૂ ડોર અભિયાનમાં 2.50 લાખની વસુલાત
દર્પણ ઓઝાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત વિભાગના દિપક ચીભડીયા અને સાથી કર્મચારીઓ દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી પાલિકાએ કુલ 13 કરોડના માગણાં સામે અત્યાર સુધીમાં 85 ટકા જેટલી વસુલાત કરી દીધી છે. બાકી લક્ષ્યાંક માટે ડોર ટૂ ડોર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ગુરૂવારે એક દિવસમાં ડોર ટૂ કલેકશનમાં 2.50 લાખની વસુલાત નોંધાઇ હતી. ખાસ કરીને પાલિકાએ રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા મિલકત ધારકોનુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી બજારના 46 જેટલા મિલકત ધારકોને નોટિશ ફટકાવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાએ નોટિશ આપવા છતાં વેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સિલ કરવાની કાર્યવાહી પણ પાલિકા હાથ ધરશે એવી માહિતી મળી રહી છે.