લોકસભા માટે દીવમાંથી એક પણ નહિ, દમણથી 7 ફોર્મ ભરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભાની એક માત્ર બેઠક માટે ગુરૂવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દીવમાંથી એક ઉમેદવારી થઇ ન હતી. જ્યારે દમણમાંથી 7 ઉમેદવારી પત્રકો ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના એક ઉમેદવારે ડમી ફોર્મ ભર્યા છે. શુક્રવારે રીર્ટનિગ ઓફિસર દ્વારા ફોર્મની સ્કૂટિની કર્યા બાદ શનિવારે ઉમેદવારી પરત ખેંચી શકાશે.

નાનકડા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભાની બેઠક માટે ભાજપમાંથી લાલુભાઇ પટેલ અને તેમની પત્ની તરૂણાબેન પટેલે ડમી ફોર્મ ભર્યુ છે. કોંગ્રેસમાંથી કેતન પટેલ અને તેમની પત્ની અમીબેન પટેલે ડમી ઉમેદવારી કરી છે. આ ઉપરાંત બુધવારે બસપા અને સપા ગઠબંધનના બસપાના ઉમેદવાર શકીલ લતીફ ખાને ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. આ ઉપરાંત મુંબઇના અનિલ કડાલે નામક ઇસમે જય હિન્દ સેના પાર્ટીના નામે ઉમેદવારી કરી છે. દમણના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરૂવારે તમામ ઉમેદવારોને કચેરીએ ઉમેદવારી ફોર્મ સંદર્ભે બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ શુક્રવારે ઉમેદવારી ફોર્મની સ્કૂટીની થયા બાદ શનિવારે ઉમેદવારી પરત ખેંચી શકાશે. આગામી 23 મી એપ્રિલના રોજ સંઘપ્રદેશ દમણમાં લોકસભા માટે મતદાન કરવામાં આવશે. તમામ ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચાર માટે હાલ તો મંડી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...