તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી, વાંસદા-ખેરગામ તાલુકાના એક પણ ખેડૂતને ટેકાના ભાવે ડાંગર આપવામાં રસ નહી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાંથી ડાંગરનું 363થી 367 રૂપિયા પ્રતિ મણના ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી શરૂ કરી હતી પરંતુ નિર્ધારિત કરેલા સમયગાળા દરમિયાન ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના એકપણ ખેડૂતે ડાંગરનું વેચાણ કર્યું ન હતું. ટેકાના ભાવના અટપટા નિયમોને કારણે ખેડૂતોએ વેચાણમાં બિલકુલ રસ દાખવ્યો ન હતો. ઉલટાનું ખેડૂતો જિલ્લાના ખાનગી વેપારીઓને ત્યાં ડાંગરનું વેચાણ કરવા માટે લાઇનો લગાવી રહ્યાં છે. જ્યારે ખાનગી વેપારીઓએ અત્યાર સુધી હજારો ક્વિન્ટલથી ડાંગરની ખરીદી કરી લીધી છે.

જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન ખૂબ જ વધારે છે પરંતુ ચાલુ વર્ષે માવઠાના પગલે ઉતારમાં ભારે ઘટ પડી છે. ગત વર્ષની સરખામણીમાં 40 ટકા ઓછું ઉત્પાદન થયું છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરાશે તેવી જાહેરાત તો કરી અને ખરીદી 16-10-2019થી શરૂ કરી 31-12-2019 સુધી ખરીદી ચાલુ રાખી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ડાંગર ખરીદ કરવાના નિયમોને લઇને ખેડૂતો ઓછા ભાવે ખાનગી વેપારીઓને ડાંગર આપવા મજબુર બન્યા છે. સરકારી કેન્દ્રો પર ડાંગરના સેમ્પલ લેવાની નીતિના અને નિતનવા નિયમોના પરિણામે ખેડૂતઓએ ડાંગર ખાનગી વેપારીને આપવું પડ્યું હતું.

જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાના ખેડૂતોને મળી અને ગોડાઉનની મુલાકાત લેતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સમગ્ર વિસ્તારના એક પણ ખેડૂતે ટેકાના ભાવે ડાંગર વેચાણ માટે રસ દાખવ્યો નહતો ત્યારે સરકારની આ યોજના અહીં ખેડૂતોને નહીં ફ્ળી હોવાનું હાલની પરિસ્થિતિના આંકડાઓ ગવાહી પુરી પાડી રહી છે.

ખેડુતોને ટેકાના ભાવે ખરીદી કરવામાં નિરસતા માટે નિયમોની મહામારી, તંત્રની અણઆવડત કે જે કોઇ બાબત જવાબદાર હોય તેનો ઉકેલ લાવવો જરૂરી છે.ત્યારે જ ખેડૂતો આ તરફ વ‌ળશે.

કોઈ ખેડૂતે અહીં વેચાણ કર્યું નથી

સરકાર દ્વારા નિયત કરેલ સમયમર્યાદામાં અમારે ત્યાં ડાંગર ખરીદીની પ્રક્રિયા ચાલુ જ હતી પરંતુ કોઈ ખેડૂતોએ અહીં વેચાણ કર્યું નથી. > સંચાલક, ખરીદ કેન્દ્ર, ચીખલી

નાછૂટકે ખાનગી વેપારીને ડાંગરનું વેચાણ કર્યું

ડાંગરના વેચાણ માટે અમારે ખાનગી વેપારીઓનો સંપર્ક કરવો પડ્યો. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાવે છે પરંતુ તેની વહીવટી પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. જેથી અમારે નાછૂટકે ખાનગી વેપારીને ડાંગરનું વેચાણ કર્યું છે. > નિરવ પટેલ, ખેડૂત, રાનકુવા

ડાંગરનો પાક નિર્ધારિત સમય કરતા પાછળ ગયો હતો

વાંસદા, ચીખલી અને ખેરગામના ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરના વેચાણ નહીં કરવા બાબતે એક કારણ એ પણ જાણવા મળ્યું છે કે ચાલુ વર્ષે માવઠાએ ખેડૂતોની દશા ખરાબ કરી નાખી હતી અને ડાંગરનો પાક નિર્ધારિત સમય કરતા પાછળ ગયો હતો. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 16-10-2019થી 31-12-2019 હતો, ત્યારબાદ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પણ અનેક ખેડૂતોએ ખાનગી વેપારીને ત્યાં ડાંગરનું વેચાણ કરવાની ફરજ પડી હતી. હજી ટેકાના ભાવે સરકાર દ્વારા સમયમર્યાદા એક માસ વધારવામાં આવતે તો ખેડૂતોને લાભ થયો હોત.

ખાનગી વેપારીઓ રૂપિયા તરત આપી દેતા હોય છે

જાગૃત ખેડૂતોના જણાવ્યા મુજબ ડાંગરની ખરીદી કરતા ખાનગી વેપારીઓ રૂપિયા ઓછા આપે પણ તરત આપી દેતા હોય છે. ટેકાના ભાવે સરકારને ડાંગરનું વેચાણ કરવા માટે જમીનની 7-12ની નકલો સહિતના પુરાવા જોઇએ. બેંક એકાઉન્ટમાં નાણાં જમા થાય તે માટે એકાઉન્ટ જોઇએ. સરકાર દ્વારા સમયસર નાણાં બેંકમાં જમા થતાં નથી. જ્યારે ખાનગી વેપારીઓ ડાંગર જોઇને તેના ભાવ આપે છે. ઓછા રૂપિયા આપે પરંતુ રોકડા નાણાં મળી જતા હોવાથી ખેડૂતોને કામમાં આવતાં હોય છે. જેથી ખડુતો મજબૂરીવશ ખાનગી વેપારીઓ પર જવું પડે છે.

લ્યો બોલો | જિલ્લાના ખેડૂતોને સરકાર કરતાં ખાનગી વેપારીઓ પર વધુ ભરોસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો