નાની કાંગવી ગામેથી સનદની જમીનમાંથી બિન પરવાનગીએ ખેરના ઝાડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાની કાંગવી ગામેથી સનદની જમીનમાંથી બિન પરવાનગીએ ખેરના ઝાડ કાપતા એકને સ્થળ ઉપરથી ધરમપુર રેન્જના સ્ટાફે પકડી પાડ્યો હતો. ધરમપુરના નાની કાંગવી ગામે હરેશભાઇ માંદુભાઈની સનદની જમીનમાં બિન પરવાનગીએ ખેરના ઝાડો કાપતા નાની કોરવળના ફુલજી વળવીને ધરમપુર વન વિભાગના સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો. સ્ટાફે સ્થળ ઉપરથી ખેરના ટુકડા નંગ-17, ઘ.મી.0.357 કિંમત રૂપિયા 10 હજાર કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.ધરમુર-કપરાડા તાલુકામાં ખેરના લાકડાની ચોરી ઘણા સમયયથી વધી છે.

અન્ય સમાચારો પણ છે...