તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇપણ ઘર્મ કદી હિંસા કરવાનું શિખવતો નથી-ખુરશેદ દસ્તુરજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની ત્રિદિવસીય શીત શિબિરનું આયોજન કરાયું હતુ. રવિવારે સમાપન કાર્યક્રમમાં પારસી સમુદાયનાં વડાદસ્તુર અને રાષ્ટ્રીય લઘુમતિ આયોગનાં સભ્ય ખુરશેદ દસ્તુરે જણાવ્યું કે કોઇપણ ધર્મ કદી હિંસા કરવાનું શિખવતો નથી. માટે આપણે આપણા દેશને હમેંશા વફાદાર રહી દેશ પ્રત્યે આપણી ફરજો નિભાવીએ કારણ કે આજે વિશ્વની નજર ભારત દેશ અને આપણી સંસ્કૃતિ ઉપર છે. આજે આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો ભુલી રહયા છે. ત્યારે આપણા બાળકોને આપણે સંસ્કારો આપી બાળકને વાણી, વર્તન અને સારા વિચારો આપી દેશ પ્રત્યે આવનારૂ બાળક પોતાની ફરજ નિભાવે તો જ દેશ સુખી, સમૃદ્ધિ અને પ્રગતિ કરી શકશે. આપણે હમેંશા આપણા દેશ પ્રત્યે વફાદાર રહીએ તોજ દેશ ઉન્નતિ કરી શકશે.1300 ‌વર્ષ પૂર્વે અમારી પારસીકોમના વડવાઓ ભારતદેશમાં આવ્યા ત્યારે તે સમયનાં રાજાએ અમારી કોમને રહેવાની અને પોતાનો ધર્મનું પાલન કરવા માટેની છુટ આપી હતી. તે બતાવે છે કે, હિન્દુસ્તાન હંમેશા બિનસાંપ્રદાયિકતામાં માનનારો દેશ છે. ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુમ્બકમાં માને છે. ભારત દેશનાં વિચારો અને સંસ્કૃતિ વિશ્વને માર્ગદર્શન આપે તેવી છે. ભલે હું પારસી છું પરંતુ હું ગૌરવથી કહું છુ કે પહેલા હું હિન્દુસ્તાની છું. આપણે રાષ્ટ્રહિત અને દેશની અખંડિતતા માટે હમેંશા કાર્ય કરવું જોઇએ. સમાપન કાર્યક્રમમાં 500થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીઘો હતો.જેમાં રાજયનાં આરએસએસનાં પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ,જિલ્લા કાર્યવાહ દેવેન્દ્ર ગાંવકર,રાજેશ રાણા તેમજ સંઘ પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો