તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગના ઘેરૈયા મોર્ડન બન્યા, હવે બાઇકનો સહારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેત્રંગ વિસ્તારના ઘેરૈયા પણ હવે મોર્ડન થઈ ગયા છે. પહેલા પાંચ દિવસ ઘરથી દૂર રહી બ્રહ્મચર્ય પાળી સ્ત્રી વેશ ધારણ કરીને બાધા પાળે છે. તેઓ એકગામથી બીજા ગામ પગપાળા ચાલીને ગેર માંગવા આવતા હતા. હવે આ ઘેરૈયા પણ આધૂનિક બની ગયા છે. જેઓ હવે બાઈક પર જવા લાગ્યા છે. સમય સંજોગ અને આધુનિક યુગમાં આદિવાસી સંસ્કૃતિમાં પણ ફેરફાર આવ્યો છે.

નેત્રંગ વિસ્તારમાં પહેલા હોળીના પાંચ દિવસ સુધી વેપાર ધંધા બંધ રહેતા હતા. જે હોળીના તહેવાર દરમ્યાન અલગ અલગ ગામેથી આદિવાસી ઘેરૈયાઓ આવીને તાલુકા મથકે નૃત્ય કરતાં લોકો ખુશીની ગેર આપતા હતા. જે ગેર ભેગા કરી પાંચમના દિવસે ગામમાં આવી નાચવાનું નૃત્ય કરી અનાજ-દાળિયા ,મમરા ,ગોળ ,વાટી ભેગા કરી સાંજે હોળીને હૉલવે છે. આજે કોઈની પાસે સમય નથી એટલે હવે ઘેરૈયાઓ પણ આ ઝડપી યુગ સાથે તાલમેલ મેળવી લીધો છે. હવે તહેવાર ઘટતા જાય છે. ધુળેટીના એકજ દિવસ વેપાર ધંધા બંધ રહયા જ્યારે બીજા જ દિવસે દુકાનો ખુલી બજારમાં લોકો જોવા મળ્યા હતા.ફાગણ સુદ એકમે આદિવાસીઓ હોલિકા માતાની સ્થાપના કરે છે. પાંડુરીની પૂજા કર્યા પછી બીજા દિવસે હોલિકા માતાના પ્રતીક તરીકે એરંડો -હાવરો નામના ઝાડનાં ડાળીને પ્રહલાદ રૂપે રોપવામાં આવે છે. ત્યારે રોજ ગામના છોકરા છોકરીઓ રાત્રિના સમયે એરંડા પાસે છાણાં મૂકી રાત્રે ગાવા માટે નીકળે છે. 12 દિવસ સુધી ગીતો ગવાય છે. ફાગણ સુદ એકમના દિવસે હોળીની સ્થાપના કરી બાળવામાં આવે છે. ગામના વડીલો દેવી પૂજા કરે છે અને રાત્રે ગોસાણા (ઘેરૈયા) નાચવા નીકળે છે.

પશ્ચિમી અને દેશી સંસ્કૃતિનું મિશ્રણ

હોળીમાં પાંચ દિવસનો સમય અહીંના લોકોને ઓછો પડે છે. પરિસ્થિતિ અને સંજોગો જોઈ ઘેરૈયાઓ હવે મોટરસાયકલ લઈને ગામડે જાય છે. અમારા સમાજમાં પણ હવે પશ્ચિમી અને દેશી સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. જે આ ઝડપી જમાનામાં સમયની કિંમત સમજતા થયા છે. જેની આદિવાસી સંસ્કૃતિ પર કોઈ અસર નહીં પડે. > રમેશ વસાવા, રિટાયર્ડ પ્રોફેસર- કાકડકૂઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો