તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઝરપાડા નદીના પુલ પર સેફટી રેલિંગની જરૂરિયાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધરમપુર સ્મશાનભૂમિ નજીકથી પસાર થતી સ્વર્ગવાહીની નદીના પુલની બંને તરફ રેલિંગ બેસાડવાની આવશક્યતા વર્તાઈ રહી છે. સાથે ચોમાસામાં ડૂબાણમાં જતા આ નીચા પુલના સ્થાને ઉંચો પુલ બનાવવાની પણ જરૂરિયાત વર્તાઈ રહી છે. વાહનોથી ધમધમતા આ માર્ગ પર વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઇ તંત્ર સેફટી રેલિંગ લગાડે એ જરૂરી બન્યું છે. ધરમપુરથી ઓઝરપાડા, તીસ્કરી, કોસમકુવા તરફ જતા માર્ગ વચ્ચેથી પસાર થતી સ્વર્ગવાહીની નદી પરનો પુલ રેલિંગના અભાવે જોખમી ભાસી રહ્યો છે. સતત વાહનોની અવરજવરથી વ્યસ્ત એવા આ પુલ પરથી પસાર થતી વેળાએ વાહનચાલકો આકસ્મિક સંજોગોમાં સ્ટીઅરીંગ પરથી કાબુ ગુમાવવાની સ્થિતિમાં નીચે ખાબકવાની શક્યતા નકારી શકાય એમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો