તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયા નજીક 20 લાખની ચોરીમાં 3 ગઠિયાની સંડોવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં આંગડિયા પેઢી પાસે મીઠાની ફેક્ટરીના સંચાલકની કારમાંથી રૂા. 20 લાખ ભરેલી થેલીની ઉઠાંતરીમાં ભેજાબાજ ત્રિપુટીની સંડોવણી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઇ રહ્યું છે. ગઠિયો કારમાંથી થેલી કાઢી નજીકમાં ઉભેલા સાગરિતની બાઇક પર બેસી હાઇવે તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કોમ્પલેક્ષ પાસે ગઠિયા સાંજે 5:30 થી જ રેકી કરી રહ્યા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

મીઠાની ફેક્ટરીના સંચાલક અનોખીલાલ જૈને જણાવ્યું હતું કે તેઓ બુધવારે પ્રતિન ચોકડીના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે વી એન્ડ પટેલ પેઢી પર આવ્યા હતાં. એક અઠવાડિયાથી મીઠાના વેપારી પાસેથી આવેલા ઉઘરાણીના રૂા. 20 લાખમાંથી કર્મચારીઓનો પગાર કરવાનો હતો. રૂા. 2 હજારની નોટના બંડલ હોવાથી છૂટા કરાવવાના હતાં પરંતુ તે નહીં મળતાં તેઓ પરત જતા હતાં.

ડ્રાઇવર કાર રિવર્સમાં લેતો હતો ત્યારે ગઠીયાએ નજર ચૂકવી રૂા. 20 લાખ ભરેલી થેલી કાઢી લીધી હતી. કારના દરવાજાનું ઇન્ડિકેટરનો અવાજ આવતો હોઇ પાછળ દરવાજો ખુલ્લો હોવાનો અહેસાસ થયો હતો. ગાડી સાઈડ પર ઉભી રાખી ચેક કરતા રૂપિયા થેલીની ચોરી થઇ ગઇ હતી. પોલીસે અંકલેશ્વરના જુદાજુદા વિસ્તારના સીસીટીવીના ફૂટેજો મેળવી તેનો ઝીણવટ પૂર્વકનો અભ્યાસ કર્યો હતો. એક ફૂટેજમાં રેકી કરતા શખ્સોને કારમાંથી કોઇ ઈશારો કરતો નજરે પડે છે. બીજામાં હેલમેટ પહેરેલા ચાલકની બાઇક પાછળ બેસીને ભાગતો તસ્કર દેખાય છે. સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષના 3 સીસીટીવી ફૂટેજમાં અડધા કલાક પહેલા ગઠિયા રેકી કરતા દેખાય છે.

કારમાંથી ઈશારો કરનાર શખ્સ પણ દેખાયો

ગઠિયાએ રેકી કરી કારમાંથી થેલી સેરવી લીધી

અન્ય સમાચારો પણ છે...