વેકેશનમાં નવસારી-શિરડી અને વાપી-શિરડી બસ સેવા શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી.તંત્રના વલસાડ વિભાગીય નિયામક જે.આર.બુચે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોને વધુ સારી સુવિધા મળે એ હેતુથી શિરડી માટેની 15મી મે થી શરુ કરવામાં આવશે.

બસ નવસારીથી 6.30 કલાકે ઉપડી બીલીમોરા 7.10, ચીખલી 7.35, વલસાડ 8.05, ધરમપુર 8.50, કપરાડા 10, સુથારપાડા 10.50, નાસિક 12.35 અને શિરડી 2.40 કલાકે પહોચશે, જે નવસારીથી ગણદેવી, બીલીમોરા, ચીખલી, હોંડ, વાઘલધરા, વલસાડ, ધરમપુર, નાનીવહિયાળ, કપરાડા, દિનબારી, દભાડી થઇ શિરડી જશે અને શિરડીથી 11.30 કલાકે ઉપડી ઉપરોક્ત માર્ગે નવસારી 7.40 કલાકે આવશે. જયારે બીજી બસ વાપી શિરડી જે વાપીથી સાંજે 7 કલાકે ઉપડી નાનાપોઢાં, કપરાડા, સુથારપાડા,નાસિક, નાસિક રોડ, સિન્નર રોડ થઇ શિરડી 1.05 કલાકે પહોચશે અને શિરડીથી 11 કલાકે ઉપડી વાપી 5.05 કલાકે આવશે.

અન્ય સમાચારો પણ છે...