તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી ગ્રામ્ય પોલીસના અપોકો પ્રદીપ હરિસિંગને બાતમી મળી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી ગ્રામ્ય પોલીસના અપોકો પ્રદીપ હરિસિંગને બાતમી મળી હતી કે દમણથી ટેમ્પો (નં. MH-04-DD-6346)માં વિદેશી દારૂ ભરી સુરત તરફ જનાર છે. બાતમીને પગલે બોરીયાચ ટોલનાકા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી વિદેશી દારૂની 1368 બોટલ કિંમત રૂ. 3.81 મળી આવી હતી. પોલીસે ટેમ્પચાલકની અટક કરી વધુ પૂછપરછ કરતા આ દારૂ મંગાવનાર અને ભરાવનાર સંજય જેસવાલ (રહે. વાપી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજા બનાવમાં હેકો નરેન્દ્ર લખુભા હાઈવે નં. 48 ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેને બાતમી મળી હતી કે દમણથી ટેમ્પોમાં વિદેશી દારૂ ભરી અષ્ટગામ પાસેથી પસાર થનાર છે. બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂ 1512 બાટલીઓ કિંમત રૂ.1.76 લાખ મળી આવી હતી. પોલીસે ટેમ્પોચાલક સારંગ સુભાષ ચવાન (રહે. ડાભેલ, દમણ)ની અટક કરી હતી. ટેમ્પોમાં દારૂ ભરાવી આપનાર વિજય યાદવ અને દારૂ લેનાર ધર્મેશ હળપતિને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...