રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડીને કરાડીની મહિલા તરફથી વ્હીલચેર અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ, વૃદ્ધ તથા પગની તકલીફવાળા પ્રવાસીઓની સુવિધા માટે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડીને કરાડીના મહિલા દાતા તરફથી વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું હતું. વૃદ્ધ, અપંગ કે પગની તકલીફવાળા પ્રવાસીઓ માટે પણ વ્હીલચેરની વ્યવસ્થા દાતાઓ તરફથી કરવામાં આવી હતી. ત્રણ જેટલી વ્હીલચેર સ્મારક પાસે અગાઉ હતી. જયારે ગત રોજ કરાડી બાલા ફળિયાના વતની અને હાલ કેનેડા સ્થાયી થયેલા નિવૃત શિક્ષિકા શાંતિબેન નારણભાઇ પટેલ તરફથી સ્મારકના મેનેજર રવિન્દ્ર મિસ્ત્રી, આસિ. મેનેજર નિલમબેન પટેલ તથા કલેકટર કચેરીના પ્રવાસન પ્રોજેકટ કો.ઓર્ડિનેટર ડો.કાલુભાઇ ડાંગરને શાંતિબેનના પરિવાર તરફથી વ્હિલચેરનું દાન કરવામાં આવ્યું હતું. સ્મારકની મુલાકાતે આવતા વૃદ્ધ, દિવ્યાંગ કે પગની તકલીફવાળા પ્રવાસીઓને રાષ્ટ્રીય સ્મારક નિહાળવામાં પુરતી સુવિધા પ્રાપ્ત થશે.

મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડીને કરાડીની મહિલાએ વ્હીલચેરનું દાન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...