તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાથમિક શાળા સયાજીગામની કૃતિ ઇન્સ્પાયર એવોર્ડના વિજ્ઞાન પ્રદર્શનમાં નેશનલ કક્ષાએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉચ્છલ-નિઝર INSPIRE AWARD - MANAK અંતર્ગત સાતમાં નેશનલ કક્ષાનાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન DEPARTMENT OF SCIENCE AND TECHNOLOGY (DST) અને NATIONAL INNOVATION FOUNDATION - INDIA (NIF-INDIA) દ્વારા IIT NEW DELHI ખાતે કરવામાં આવ્યું હતું. ભારત દેશના તમામ રાજ્ય માંથી કુલ 850 જેટલી કૃતિએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી GCERT ગાંધીનગર દ્વારા કુલ 32 કૃતિઓએ ગુજરાતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું.જેમાં તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકાની પ્રા.શા.સયાજીગામની કૃતિ DIGITAL MICROSCOPE AND LASER MICROSCOPE રજૂ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીની નમ્રતાબહેન પ્રકાશભાઈ વસાવાએ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક વિમલકુમાર ભગવાનભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કૃતિ તૈયાર કરી હતી.રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન સુરેન્દ્રનગર પાટડી મુકામે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પસંદગી પામી નેશનલ કક્ષાએ IIT નવી દિલ્હી મુકામે ભાગ લીધો હતો.કૃતિની સમજણ સરળ અને સચોટ રીતે આપી શિક્ષણકાર્યમા ,ઘરે અને લેબોરેટરીમાં ઉપયોગ કરી સ્લાઇડનું અવલોકન કરી મોબાઈલના કેમેરામાં ફોટા પાડી પ્રોજેક્ટરમાં મોટી સ્ક્રીનમા બતાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો