તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News National Award For The Collection Of 400 Million Liter Rain Water To Narmada District 033124

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિ.ને 400 કરોડ લીટર વરસાદી પાણીના સંગ્રહ માટે રાષ્ટ્રીય પુરસ્કાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લાને 400 કરોડ લીટર વરસાદી પાણીના સંગ્રહ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. પુર્વ કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે જળસંચયની કામગીરી દરમિયાન તળાવો- જળાશયોને ઉંડા કરાયાં હતાં. જેમાં ચોમાસા દરમિયાન 39 તળાવો સંર્પૂણ રીતે ભરાઇ ગયાનો દાવો કરાયો છે.

રાજય સરકારે ગત વર્ષે સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કર્યો હતો.નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.એસ.નિનામાએ દશેરાના દિવસે કરજણ યોજનાના અધિકારીઓ સાથે પહોંચી જેસીબી ની પૂજા કરી જળ સંચયનો સંકલ્પ લીધો હતો. જિલ્લામાં ઉંચા ટેકરા વાળા ગામો નો પણ સેટેલાઈટની મદદથી મેપ તૈયાર કરી 50 જેટલા તળાવો ખોદવાની શરૂઆત કરી હતી. જેમાં 39 તળાવો સંપૂર્ણ રીતે ભરી 400 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે.આ સાથે જિલ્લામાં આવતા બોર,કુવા જૂથ કુવા સહીત અનેક પાણીના સોર્સીસ બનાવ્યા અને ભૂગર્ભ જળ વધાર્યું હતું. આ કામગીરી બદલ તત્કાલીન કલેકટર આર.એસ. નિનામાને કેન્દ્રીય જળસંસાધન અને નદી વિકાસ ગંગા રક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો છે. પૂર્વ જિલ્લા કલેક્ટર અને હાલના તાપી કલેક્ટર આર.એસ.નિનામાએ જિલ્લાની ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ એવોર્ડ જિલ્લાનો છે સમગ્ર ટીમ તથાકરજણ સિંચાઈ વિભાગે પણ મહેનત કરી છે.

નર્મદા જિલ્લાને જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2018ના રાષ્ટ્રીય જલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્ય હતો. જળ સંચય અભિયાનની કામગીરી વેળાં કલેક્ટરની મુલાકાતની ફાઇલ તસવીર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો