• Gujarati News
  • National
  • Rajpipla News Narmada39s Young Top At A Charity Show For The Education Of The Poor 071614

ગરીબોના શિક્ષણ માટે ચેરિટી શો માં નર્મદાનો યુવાન અવ્વલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં ચેરિટી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા
ગુજરાત સુરતના અડાજણમાં જીત ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને શિક્ષિત કરવા અને એમનું ભવિષ્ય બનાવવાના મુખ્ય હેતુથી ચેરિટી 2020 ફેશન શોનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 125 જેટલા યુવાનોએ વિવિધ વસ્ત્ર પરિધાન કરી રેમ્પ વોક કર્યું હતું. ચેરિટી ફેશન શો માં રાજપીપળાના યુવાન જીગર રોયે પણ ભાગ લીધો હતો. આ શો માં તે પ્રથમ આવતા તેણે “”Mr.Surar Fashion Star 2020”” નો ખિતાબ જીત્યો હતો.
રાજપીપલાનો જીગર રોયના માતા નમિતાબેન મકવાણા પોતે શિક્ષિકા તરીકેની કારકિર્દીમાં સામાજિક સેવા અને ઉમદા કામગીરી બાદલ અનેક એવોર્ડ મેળવ્યા છે. જેમણે શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ મેળવ્યા છે. તેમના પુત્રએ પણ ખિતાબ જીતી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતમાં યોજાયેલા ચેરિટી ફેશન શો માં મહાનુભવોએ 12 ગરીબ બાળકોને દત્તક લીધા હતા. બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...