તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Narmada Mine And Minerals Department39s Mines Supervisor Acquires 20000 Bribes 073054

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા ખાણ અને ખનીજ વિભાગનો માઈન્સ સુપરવાઇઝર 20 હજારની લાંચ લેતા ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લામાંથી ઓવરલોડ રેતી ભરીને બેરોકટોક હાઈવા ટ્રકો સુરત જતા હોવાની બુમો વચ્ચે પણ નર્મદા ખાણ ખનીજ વિભાગની કામગીરી નિષ્ક્રિય જોવા મળી છે. તેની પાછળ લાંચીયા અધિકારીઓ જ જવાબદાર હોય છે. નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રેહમ નજર હેઠળ છોટાઉદેપુરના બોડેલીથી વાયા રાજપીપળા થઈ સુરત રોજની અઢળક ટ્રકો પસાર થતી હોય છે. ત્યારે નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગનો માઇન્સ સુપરવાઇઝર દીપેશ કાંતિભાઇ દીવેટીયા ટ્રક ચાલક પાસેથી રૂપિયા 20 હજારની લાંચ લેતા સુરત ACB ના હાથે રંગેહાથ ઝડપાયો હતો. આ ઘટના નર્મદા જિલ્લા ખાણખનીજ વિભાગ ભ્રષ્ટાચારમાં ખરડાયેલું હોવાનું પુરવાર કરે છે. આ ટ્રેપમાં જો વધુ તપાસ થાય તો અન્ય અધિકારીઓના નામો ખુલે તેમ છે. જેથી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ માં ફાફળાટ ફેલાયો છે.

સુરત વિસ્તારના એક જાગૃત નાગરિક છોટાઉદેપુરના બોડેલીથી રેતી ભરી સુરત ખાતે લાવી ધંધો કરે છે. ગત 07 જાન્યુઆરી 2020ના રોજ તેઓની ટ્રક રેતી ભરી સુરત ખાતે લાવતા હતા. દરમ્યાન રાત્રીના આશરે દસેક વાગે આ ટ્રક કેવડીયા નજીક માઇન્સ સુપરવાઇઝર દીપેશ કાંતિ દીવેટીયાએ રોકી હતી. બાદમાં જણાવ્યું હતું કે, ટ્રકમાં ઓવરલોડ રેતી ભરેલી છે. જેથી તમારી ગાડી જમા થાય તેમ છે. ટ્રક ચાલકે મારી ગાડી ઓવરલોડીંગ નથી ...અનુસંધાન પાના નં.2

તેમ કહી આજીજી કરવા છતાં પણ દીપેશ દિવેટિયા માન્યો નહિં. ગાડી જમા ન કરવી હોય તો 30,000 રૂપિયા આપી દો તેમ કહેતા ટ્રક ચાલકે રકઝક કરતાં 20 હજારમાં મામલો પત્યો હતો. બે-ત્રણ દિવસમાં રૂપિયા આપી જજો નહીં તો તમારી ગાડી જમા કરી દેવામાં આવશે તેમ દીપેશ દિવેટિયાએ જણાવ્યું હતું.

બાદમાં ટ્રક ચાલકે સુરત ACB માં આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય ACB ના PI આર.કે.સોલંકીએ છટકું ગોઠવ્યું હતું. 10મી જાન્યુઆરીએ રાજપીપળાના વાવડી રોડ પર આવેલી ARTO રાજપીપળાના કેમ્પસમાં દીપેશ દિવેટિયા ટ્રક ચાલક પાસેથી લાંચની રકમ રૂપિયા 20,000 સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. બાદમાં સુરત ACBના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી દીપેશ દિવેટિયાને નર્મદા ACB ને સોંપ્યો હતો.

દીપેશ દીવેટીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો