તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Narmada District Got 923 Applications For Improvement Of Voter List 031120

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે 923 અરજી મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં 923 જેટલી અરજી મળી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરીનું કલેકટરે નિરિક્ષણ કર્યું હતું.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લેતાં લાયકાત ધરાવનાર નાગરીક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લાના બંને વિધાનસભા મતવિભાગોના તમામ 626 મતદાન મથક ખાતે ખાસ ઝુંબેશની હાથ ધરાયેલી કામગીરીની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે ગરૂડેશ્વર તાલુકાનાં વાગડીયા મતદાન મથકની મુલાકાત લીધી હતી. તેમણે આ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી બીએલઓ પાસેથી તેમણે જરૂરી જાણકારી મેળવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ અને નાયબ મામલતદાર જી.પી. કરમુર અને એન.પી. વણકરની ટૂકડીએ નાંદોદ તાલુકાનાં બોરીદ્રા, નાની ચીખલી, ખુટાઆંબા તેમજ દેડીયાપાડા તાલુકામાં દેડીયાપાડા મુખ્યમથક ખાતેનાં ત્રણ મતદાન મથક તેમજ ઘાટોલી તેમજ સોલીયા મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો