તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા ડેમની જળ સપાટી 138.32 મીટરે પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરોવર-નર્મદા ડેમના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વધુ પડવાને અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાને કારણે હાલ ઉપરવાસમાં થી 1.50 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે ડેમના 10 દરવાજા ખોલીને 1.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગોરા બ્રીજ પરથી પુનઃ પાણી ફરી વળતા ગોરા બ્રીજ પરનો અવરજવર રસ્તો બંધ કરી દેવાયો. રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન RBPH-ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 31,323 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે CHPH-કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત 24 કલાક દરમિયાન 4,922 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...