તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારગોલ સાગર સ્પોર્ટ ક્લબે સિઝન ક્રિકેટ સમર કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|નારગોલ ગામે દરવર્ષની જેમ આ વર્ષે સિઝન ક્રિકેટ ક્ષેત્રે બાળકોને જરૂરી તાલીમ મળે તેમજ ક્રિકેટ રમતમાં રૂચી રાખનાર બાળખેલાડીઓને યોગ્ય તાલીમ સાથે પ્લેટફોર્મ મળે તે અભિગમથી નારગોલની ‘સાગર સ્પોર્ટ ક્લબ’ દ્વારા ઉનાળાના વેકેશનમાં સિઝન ક્રિકેટ કેમ્પનું આયોજન કર્યું છે. ‘સાગર સ્પોર્ટ ક્લબ-નારગોલ’ના અગ્રણી જિજ્ઞેશભાઇ સાગરવાલાના જણાવ્યા મુજબ નારગોલ ચોરતલાવડી મેદાન ખાતે અનુભવી કોચના નેતૃત્વમાં ક્રિકેટ કેમ્પની શરૂઆત કરી છે. જે કેમ્પમાં ઉમરગામ તાલુકાનાં ગામોથી બાળખેલાડીઓ ભાગ લઇ શકશે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ સાગર સ્પોર્ટ ક્લબ 7874121986 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...