તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતીઓના માથે દેવા માટે રૂપાણી નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2002માં ગુજરાતનું દેવું 45,000 કરોડ રૂપિયા હતું જે આજે 3 લાખ કરોડ પર પહોંચી ગયું છે. ગુજરાતના વધેલા દેવા માટે હાલના મુખ્યમંત્રી વિજય રુપાણી નહિ પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે. ભારત દેશનું દેવું પણ 5 વર્ષમાં 32 લાખ કરોડ વધ્યું છે. નરેન્દ્ર મોદીની પ્રસિધ્ધિ અને તમાશામાં લોકોના નાણાનો વ્યય થયો છે તેમ રાજય સભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું.

ભરૂચના કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે મંગળવારે દેડીયાપાડામાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં રાજયસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓના દેવા માફ કરનારા મોદીને આદિવાસીઓના દેવા માફ કરતા પેટના દુઃખે છે.મોદી ગુજરાત મોડેલના નામેં પીએમ બન્યા પણ હાલમાં ગુજરાત મોડેલ ભુલાઇ ગયું છે અત્યારે ફક્ત ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે.ભારત સરકારની કુલ બજેટના 60% રૂપિયા મોદીની પ્રસિદ્ધિ પાછળ ખર્ચાય છે. 2002માં ગુજરાતનું દેવું 45,000 કરોડ રૂપિયા હતું જે આજે 3 લાખ કરોડ પર પહોંચી ગયું છે. ગુજરાતના વધેલા દેવા માટે હાલના મુખ્યમંત્રી વિજય રુપાણી નહિ પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે. ભારત દેશનું દેવું પણ 5 વર્ષમાં 32 લાખ કરોડ વધ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 15 બેઠક પર વિજયી બનશે. 23મી મેના રોજ મોદી માજી વડાપ્રધાન થઇ જશે.

પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજ્યોત સિંગ સિદ્ધુએ જણાવ્યું હતું કે મોદીને સાચું બોલાવવું એ મચ્છરને કપડા પહેરાવવા અને હાથીને ખોળામા રમાડવા સમાન છે.2014માં ગંગા પુત્ર બનીને આવેલા મોદી 2019માં રાફેલના દલાલ બનીને ઘરે જશે.મોદી મારી સાથે જાહેરમાં ચર્ચા કરે જો હું હાર્યો તો જળ સમાધિ લઈ લઈશ.પેહલા દેશમાં આતંકી હુમલા થતા હતા ત્યારે રાજીનામુ અપાતું હતું તો અત્યારે જવાનોની શહીદીના નામે મત મંગાય છે.,આઝાદી પેહલા અંગ્રેજો દેશમાં ભાગલા પડાવતા હતા અત્યારે મોદીએ જાતિવાદના નામે લોકોમાં ભાગલા પડાવ્યા છે.નરેન્દ્ર મોદીએ ચૂંટણીની આડમાં CBI ને રમકડું બનાવી દીધું છે.જે પોતાના ગુરુ અડવાણીના નથી થતા એ ભારત દેશના શુ થવાના.

અન્ય સમાચારો પણ છે...