રાજસ્થાન-રાજ્યના 70 ખેડૂતોને મશરૂમની તાલીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલની સરકાર દ્વારા કૌશલ્ય વર્ધક તાલીમના માધ્યમથી યુવક અને યુવતીઓનું જીવન ધોરણ ઊંચુ લાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. પારડીના અંભેટી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વર્ષોથી સ્થાનિક ખેડૂતોની સાથે અન્ય રાજ્યના યુવક યુવતીને પણ મશરૂમનું ઉત્પાદન થકી પગભર બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરૂમ ઉત્પાદન અને સંવર્ધન તથા વેચાણ અંગે ચાર દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. જેમા કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમીલાબેન આહિરે ઓસ્ટર મશરૂમ ઉત્પાદનને લગતા વિવિધ મુદ્દાઓ, ડાંગરના પરાળની ટ્રીટમેન્ટ, મશરૂમ બીજ ઉત્પાદન, રોગ જીવાત, મશરૂમ ઉત્પાદન થયા બાદ તેનું યોગ્ય પેકિંગ તથા બજારમાં વેચાણ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. ગૃહ વૈજ્ઞાનિક પ્રેમીલા આહિરે સૈધ્ધાતિક અને પ્રાયોગિક તાલીમ યુવક અને યુવતીઓને આપી હતી. ચાર દિવસીય તાલીમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં આવેલા 70 ખેડૂતોએ મશરૂમની તાલીમ લીધી હતી. તાલીમમાં કપરાડાના ધોધડકૂવાના પ્રગતિશીલ ખેડૂત સંગીતાબેન કલ્પેશભાઇ પટેલ કે જેઓ મશરૂમ ઉત્પાદનનો બહોળો અનુભવ ધરાવે છે તેમણે મુલાકાત લઇને તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વૈજ્ઞાનિક સલાહ
અન્ય સમાચારો પણ છે...