• Gujarati News
  • National
  • Mahuva News Murdue Village Youth Dies Due To Vehicle Accident On Mahuva Bridge 064128

મહુવા પુલ પર વાહનની અડફેટે મોરદેવી ગામના યુવાનનુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે મોટરસાયકલ ચાલક યુવાનનું કમકમાટી ભર્યુ મોત નીપજતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે મૃતક યુવાનના ભાઈએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વાલોડ તાલુકાના મોરદેવી ગામે ટાંકલી ફળિયામાં રહેતા નિતિનભાઈ કિશોરભાઈ પટેલ (19) મહુવા તાલુકાના તરસાડી ગામે આવેલ કેમિકલ ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવે છે. નિતિનભાઈ રોજ મોટરસાયકલ પર અપડાઉન કરતો હતો. ગુરુવારના રોજ નાઈટ ડ્યુટી હોવાથી નિતિન મોટરસાયકલ લઈ સાંજના 7 વાગ્યે ઘરેથી નોકરી આવવા નીકળ્યો હતો. ત્યારે મહુવા ઓવરબ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહને તેની મોટરસાયકલને અડફેટે લીધી હતી. આ ગંભીર રીતે સર્જાયેલા અકસ્માતમા નિતિનને શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.બનાવ અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ આધારે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...