મુવાલીયાની હરીકૃષ્ણ સોસા.માં ઘર આગળથી બાઇકની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેર નજીક આવેલા મુવાલીયા હજારીયા ફળિયાની હરીકૃષ્ણ સોસાયટીમાં રહેતા રાજેશકુમાર બદુભાઇ ઠોડે તારીખ 08-05-2019ના રોજ પોતાની જીજે 20-એસ-7705 નંબરની બાઇક લોક મારી પોતાના ઘર આગળ આંગણામાં પાર્ક કરી મૂકી હતી.

તે દરમિયાન રાત્રીના કોઇ અજાણ્યો બાઇક ચોર પોતાનો કસબ અજમાવી રાજેશકુમારની બાઇકનું લોક તોડી ચોરી કરી લઇ ગયો હતો. સવારે ઉઠી ઘના આગણામાં બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી તેમ છતાં મળી આવી ન હતી.

રાજેશકુમારે પોતાની 30,000 રૂપિયા કિંમતની પલ્સર મોટર સાયકલ ચોરી થઇ હોવાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે આપવામાં આવી હતી. આ બાઇક ચોરી અંગે પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...