તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂકૃપા વિદ્યાલયના વાલીઓ માટે મોટિવેશન સેમિનાર અને ઈનામ વિતરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટકારમા | સુરત મોરાભાગળ સ્થિત ગુરૂકૃપા વિધાલય અને પારૂલ યુનિ. ના સંયુક્ત ઉપક્રમે મોટીવેશનલ સેમિનાર અને ઈનામ વિતરણનું આયોજન સંજીવકુમાર ઓડિટોરિયમ હૉલ પાલ ખાતે કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી ડો. વિજય પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. આચાર્ય ડો. નૈલેષ પટેલે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણ પૂર્વક શુભેચ્છા પાઠવી ઈનામ મેળવેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. પારૂલ યુનિ. ના કેરિયર કાઉન્સેલ ભાવિન ભટ્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને અશોક ગુર્જર દ્વારા મોટીવેશનલ સેમિનાર દ્વારા અનોખા ઉદાહરણ અને વિચારોથી પ્રેરણા આપી વાલીમિત્રોને સંકલ્પથી સિદ્ધિના વિચાર સાથે પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને વાલીગણની હાજરીમાં મુખ્ય મહેમાનો દ્વારા ગયા વર્ષે શાળામાં પ્રથમક્રમ મેળવેલ બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. યોગા કરાટે, સ્કેટિંગ, વિજ્ઞાન મેળા તથા અન્ય સહ અભ્યાસ પ્રવૃત્તિમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ સફળ થયેલ વિદ્યાર્થીઓને પણ શાળા પરિવાર દ્વારા બાળકોને ઈનામ વિતરણમાં મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો