તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા આંતલિયા શાળામાં ‘માતૃભાષા દિવસ’ ની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | સંસ્કાર સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અસ્પી કન્યા વિદ્યાલય પ્રકાશ વિદ્યાલય આંતલિયામાં શાળાના સુપરવાઇઝર કુ. બીનાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 1 થી 8 નાં 444 બાળકોએ સુલેખન, જોડણી સુધારો, શ્રુતલેખન, વાંચનસ્પર્ધા, ક્વિઝ કોમ્પિટીશન, કાવ્યપઠન, કવિ લેખકોનો પરિચય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીની સાલવી દિપાલીએ શ્લોક દ્વારા કરી હતી. રંજનબેન પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે બાનળકોને માતૃભાષાની જાણકારી આપતા કહ્યું હતું કે ‘માતૃભાષામાં જ જ વિચારોને વેગ મળે છે’ આમ માતૃભાષા વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પટેલ રંજનબેને દરેક હરીફાઇના વિજેતાઓને પોતાના તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આભારવિધિ ચંદ્રીકાબેને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો