તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણ ખાતે આરોગ્ય મેળામાં 500થી વધુ દર્દીઓએ લાભ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | આખા દેશમાં સાંસદ વિસ્તારમાં આરોગ્ય મેળા યોજવાનું નક્કી કરવામાં આવેલ જેના ભાગરૂપે બારડોલી-૨૩ વિભાગ વિસ્તારનો આરોગ્ય મેળો ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કરંજખેડ ગામે માન. સાંસદસભ્ય, પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સાંસદ હેલ્થ મેલા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને યોગ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુષ્પ ગુચ્છ દ્વારા કરવામાં આવ્યું.

પ્રભુભાઈ વસાવા દ્વારા આરોગ્ય મેળાનો હેતું વિષયક ઉદબોધન તથા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી આરોગ્ય મેળો ખુલ્લો મુકવામા આવ્યો હતો. તમામ જરૂરીયાતમંદને આરોગ્ય મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો. આરોગ્ય મેળામાં આરોગ્યલક્ષી વિવિધ સરકારી કાર્યકમો અને યોજનાઓ જેવી કે પીસી.પી.એન.ડી.ટી, સીકલસેલ એનીમીયા, ટોબેકો કંટ્રોલ, ટી.બી નિર્મૂલન, એન.સી.ડી, 108-6/6, આઇ.સી.ડી.એસ. આયુર્વેદ શાખા દ્વારા ઉકાળા વિતરણ, કુપોષણ, લેપ્રસી, મા અમૃતમ/ માં વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, દીકરી યોજના, ચિરંજીવી યોજના, બાળ સખા યોજના, જનની સુરક્ષા યોજના, કુટુંબ કલ્યાણ યોજના, શાળા આરોગ્ય કાર્યકમ, મમતા તરુણી, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ,જેવી યોજનાઓના સમજ આપતા પ્રદર્શન સ્ટોલ તૈયાર કરવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો