તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઢીના આરોગ્ય કેમ્પમાં 500 થી વધુ દર્દીઓએ લાભ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | સદભાવના ગૃપ, મઢી દ્વારા મો. ક. પટેલ માઘ્યમિક શાળા, મઢી. મુકામે વિના મૂલ્યે નેત્રરોગ તેમજ સર્વ નિદાન સારવાર કેમ્પ અને રકતદાન શિબીરનું આયોજન કરાયું હતું. નેત્રરોગ નિવારણ કેમ્પ અંતગર્ત કુલ ર૯૬ જરૂરિયાત મંદ દર્દીઓની આંખની તપાસણી કરી વિનામૂલ્યે જરૂરી સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. કેમ્પમાં કુલ 202 નંગ ચશ્માનું વિનામૂલ્યેવિતરણ કરવામાં આવ્યું હતુ. મોતીયા, વેલ તેમજ છારી જેવી આંખની તકલીફવાળા કુલ 38 જેટલા આર્થિક જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરીઅપાશે. સર્વરોગ નિવારણ કેમ્પમાં કુલ 100 દર્દીઓએ વિના મુલ્યે તપાસ અને સારવારનો લાભ લીધો જેમાં ડો. પિયુષ એન પટેલ-ભામૈયા, ડો. પ્રિતી પી. પટેલ, ડો. પિયુષ અગ્રાવત, ડો. નેહલ નિમાવત તેમજ અન્ય તબીબો તથા સ્ટાફે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો