તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગવર્નરહિલ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતાવરણ પણ અનુકૂળ રહેતા દેશ વિદેશના પતંગો આકાશમાં છવાઈ જતા વિદેશી મહેમાનો સહિત પ્રવાસીઓને મજા પડી ગઈ હતી.

ગવર્નર હિલ પર પ્રવાસન વિભાગ અને સ્થાનિક તંત્રના સંયુકત ઉપક્રમે આયોજિત પતંગોત્સવમાં 50થી વધુ આંતરરાષ્ટ્રીય જ્યારે 30થી વધુ ભારતીય પતંગબાજોએ અવનવા કરતબો બતાવી સ્થાનિકો સહિત પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિવિધ દેશોમાંથી પતંગબાજોનું પ્રવાસન વિભાગે ડાંગી પરંપરા મુજબ પાવરી નૃત્ય અને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યો હતો. સાપુતારાનું રમણીય વાતાવરણમાં પવન અનુકૂળ રહેતા પતંગબાજોને ઉત્સાહ સાથે આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. કલેકટર એન.કે.ડામોરે મહેમાનોને આવકારી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ઉત્સવપ્રિય છે. ગુજરાતમાં 31મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય રહ્યો છે, જેનાથી વિદેશથી આવેલા મહેમાનો રાજ્યમાં પ્રવાસન સ્થળોનો વિકાસ જોઈ ખુશ થયા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી એ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો