તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પુરવઠો ખોરવાતા નિઝરના 17થી વધુ ગામો તરસ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકાના વેલ્દા ખાતે આવેલ પાણી પુરવઠા દ્વારા નિઝર તાલુકાના ગામડાઓ પાણી સમયસર ન અપાતા નિઝર, વેલ્દા, દેવલપાડા, ગામડી, ભીલજાબોલી, ગુજ્જરપુર, લેકુરવાડી, બંધરપાડા, રાયગઢ, હાથનુર, મૌલીપાડા, નવી ભીલ ભવાલી, ખનોરા, નવા બોરઠા, ખેરવા નવલપુર, અંતુલી, સરવાળા વગેરે ગામોમાં પાણી સમસ્યાથી લોકો તોબા પોકારી રહ્યા છે.

નિઝર તાલુકાના નિઝર અનેક ગામોમાં વેલ્દા પાણી પુરવઠા દ્વારા સમયસર પાણી ન પહોંચાડતા લોકોને પાંચ દિવસે પાણી મળી રહ્યું છે. જેથી ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે નિઝર તાલુકામાં મોટા ભાગની પ્રજા પશુપાલન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જ્યારે આ પશુઓને યોગ્ય સમયે પાણી ન મળતા ગાય , ભેંસોનું દૂધનું પ્રમાણ ઓછું થઇ જતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જયારે આ બાબતે જવાબદાર તંત્ર ઉંઘમાં જોવા મળી રહ્યા છે. જેથી આ સમસ્યાનો સામનો નિઝર તાલુકાની પ્રજાને કરવો પડી રહ્યો છે. તેમજ નિઝર તાલુકાના ગામડાના વિસ્તારોની ગ્રામીણ પ્રજા અભણ હોવાથી અરજી કોને કરવી તે પણ ખબર હોતી નથી. જયારે ગામના સરપંચને સમયસર પાણી મળી જતું હોવાથી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી સરપંચ સામે પણ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. જયારે પાણી પુરવઠાના જવાબદા આધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈને લોકોને પાણી પૂરું પડશે કે કેમ ω કે પછી માત્ર કાગળ પર રિપોર્ટ બતાવશે તે જવું બાકી રહ્યું.

ટુંક સમયમાં સમસ્યા ઉકેલાશે
નવી મશીનરી મુકવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઇ છે. પણ આજથી નવી મશીનરી ચાલુ કરી દેવામાં આવી છે. હવેથી આવી સમસ્યા ન આવે, તેમ છતાં મેં તપાસ કરાવી લેવું છું , અને ગામમાં પાણી પહોંચાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. રમેશ વાઘેલા, મુખ્ય પાણી પુરવઠા અધિકારી, નિઝર ઉચ્છલ

નિઝર તાલુકના વેલ્દા ખાતે આવેલી પાણી પુરવઠા યોજનાની ટાંકી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો