તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમમાં દર્શના જરદોશની જાહેર સભા 100થી વધુ કોંગીઓ ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી એટલે લોકસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ વિવિધ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પ્રચારની તૈયારી વચ્ચે કીમમાં બુધવારના રોજ સાંજે ચાર કલાકે ભારતીય જનતા પાર્ટી સુરત 24 ના ઉમેદવાર દર્શનાબહેન જરદોશની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર્શનાબેન જરદોશની હાજરીમાં કીમ વિભાગના ગામોના 100 થી વધુ કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. કીમ ખાતે યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં વિભાગના રાજકીય અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સમર્થકોની હાજરીમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં બોલાવ, કીમામલી, કુડસદ જેવા ગામોના કોંગ્રેસી યુવાનો, વડીલ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. બોલાવના કોંગ્રેસ પક્ષની વિચારધારામાં માનતા મનીષસિંહ કિરીટસિંહ વરાછીયા કોંગ્રેસી મિત્રો સાથે ભાજપમાં જોડાયા હોવાનું દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. ભાજપી આગેવાનોના જણાવ્યા પ્રમાણે 100થી વધુ કોંગ્રેસી યુવા આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાયા હતા તેમ જણાવ્યું હતું.

સભા છોડી જતી મહિલાને રોકવા આગેવાનો દોડ્યા
સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સાંસદ ઉમેદવાર દર્શનાબહેન ચાર કલાકે રાખેલ સભામાં એક કલાક મોડા આવતા સભા એક કલાક મોડી શરૂ થઈ ત્યારે કીમ વિભાગમાંથી આવેલી કાર્યકર મહિલાઓની રાહ જોવાની ધીરજ ખૂટતી જતી હોય ત્યારે જેવા દર્શના જરદોષ આવ્યા કે બોલવાની શરૂઆત કરે કે તરત જ મહિલાઓએ ચાલતી પકડતાં રીતસર સ્ટેજ ઉપર બેઠેલા ભાજપ આગેવાનો દોટ મૂકી મહિલાઓને પરાણે રોકી બેસાડવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...