તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલી કોળીવાડનું આંધા તળાવ ઊંડું કરવા સોમવારે સાંજે 3

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મરોલી કોળીવાડનું આંધા તળાવ ઊંડું કરવા સોમવારે સાંજે 3 કલાકે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર ના હસ્તે ખાર્ત મૂહુર્ત કર્યું હતું.આંધા તળાવ ઊંડું કરી ઉનાળા ની મોસમ માં નહેર નું પાણી ભરવાથી મરોલી, કોળીવાડ,ઘોડિપાડા વિસ્તાર માં ઉનાળા ની મોસમ માં બોર કુવા ના ખારા થતા પાણી થી છુટકારો મળશે.

ઉમરગામ તાલુકા ના અરબી સમુદ્ર કિનારે આવેલા મરોલી,કોળીવાડ વિસ્તાર માં ઉનાળા ની મોસમ માં બોર અને કુવા ના પાણી ઊંડે જતા બોર ના પાણી ખારા બની રહ્યા હતા.ખારા પાણી ઘર માં રસોઇ કે પાણી પીવા માટે પાણી બિન ઉપયોગી રહ્યા છે.મુંગા પશુ પણ ખારા થી દુર રહેતા હતા.જે પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ તળાવ ઉડા કરવાનું આભિયાન હાથ ધર્યું છે.જે અંતર્ગત સોમવાર ના રોજ સાંજે 3 કલાકે કોળીવાડ પંચાયત વિસ્તાર માં આવેલું આંધા તળાવ ને શ્રમદાન કરી ઊંડું કરવા માટે રાજ્ય સરકાર ના મંત્રી રમણલાલ પાટકરે કોળીવાડ ના શિક્ષિત મહિલા સરપંચ સોનમબેન પટેલ,જિલ્લા કલેકટર સી આર ખરસણ,જિલ્લા સાંસદ ડો.કે સી પટેલ,જિલ્લા પ્રમુખ મણિલાલ પટેલ,તાલુકા સંગઠન પ્રમુખ કનુભાઈ સોનપાલ, મહામંત્રી મુકેશ પટેલ,તાલુકા પંચાયત સભ્ય ગ્રીષ્માબેન પટેલ,જિલ્લા તાલુકા અધિકારી,ભાજપ સંગઠન,જિલ્લા તાલુકા પંચાયત સભ્યો,સરપંચો અને મોટી સંખ્યા માં ગ્રામજનો ની ઉપસ્થિત વચ્ચે ખાર્ત મુહૂર્ત કર્યું હતું. કોળીવાડ નું આંધા તળાવ ને ઊંડું કરી તેમાં વરસાદી પાણી ભરવાથી અને ઉનાળા ની મોસમ માં નહેર નું પાણી ભરવાથી કોળીવાડ,મરોલી અને ધીડીપાડા વિસ્તાર ના પાંચ હજાર લોકો ને ઉનાળા ની મોસમ માં બોર અને કુવા ના થતાં ખારા પાણી થી છુટકારો મળશે.મંત્રી રમણલાલ પાટકરે ખાર્ત મુહૂર્ત ઉપસ્થિત લોકો ને સરકાર ની વિવિધ યોજના ની જાણકારી આપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો