તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી યોજનામાં કરોડોનો ખર્ચ પાણીમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નપાણિયો વહિવટ

મેહુલ પટેલ | રાનકુવા : ઉનાળાના વિધિવત પ્રારંભ પૂર્વે જ નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીની મોકાણ સર્જાઇ છે. સરકારની પાણી પુરવઠા, વાસ્મો, વોટરસેડ સહિતની મીની યોજનાઓ અંતર્ગત કરોડોના ખર્ચે ગામે ગામ પીવાના પાણીની સુવિધા માટે મોટી સંખ્યામાં પીવાના પાણીની ટાંકીઓ મૂકીને દસ-બાર ઘર વચ્ચે નળ કનેક્શનની લાઈન ફીટ કરવામાં આવી હતી. દરેક ગામમાં દસથી બાર ઘર વચ્ચે એક યુનિટમાં રૂ. 4 લાખ ખર્ચ લેખે દરેક ગામમાં ચારથી પાંચ યુનિટ એટલે કે, એક ગામમાં 16 થી 20 લાખના ખર્ચે સંલગ્ન વિભાગે પોતાનો સ્વવિકાસ કરવા નિર્માણ તો કરી દીધુ પણ જવાબદારી ગ્રામ પંચાયત પર થોપી દેતા સમગ્ર યોજના નિષ્ફળ બની ગઇ છે. ત્યારે સરકારનો છેવાડાની પ્રજા માટે ઘરે ઘરે પાણી આપવાનો હેતુ ચરિતાર્થ થયો કે નહીં તેનો કયાસ કાઢવા ભાસ્કરે રિયાલિટી ચેક કરી હતી. જેમાં આ બન્ને તાલુકાઓમાં ૬૦% થી વધુ ટાંકીઓ માત્ર શોભના ગાંઠિયા સમાન બની ગઇ હોવાનું બહાર આવ્યું છે અને સરકારે પાણી યોજના પાછળ ખર્ચેલા કરોડો પાણીમાં વહી ગયા જેવી સ્થિતી નિર્માણ પામી છે. ભાસ્કરે રિયાલિટી ચેક કરેલા 25 ગામની સ્થિતિ વર્ણવવા 7 ગામનો સચિત્ર અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે.


નવસારી જિલ્લામાં લોકોની સુખાકારીની યોજના માત્ર અધિકારીઓ, નેતાઓ અને એજન્સીઓની સુખાકારી યોજના બની

રિયાલિટી ચેક

સાદડવેલમાં ટાંકી ફરતે ચિતાની જેમ લાકડા ગોઠવાયા

ગ્રા. પં. પર જવાબદારી થોપી તંત્રે હાથ ખંખેર્યા

જિલ્લાના અલગ અલગ શાખા દ્વારા ગામે ગામ આવી યોજના અંતર્ગત પાણીના ટાંકાઓ મૂકી એજન્સીઓ ખિસ્સા ભરી લે છે અને સંલગ્ન તંત્ર નિભાવણીની જવાબદારી ગ્રામ પંચાયત ને સોંપી દે છે. માંડ માંડ ચાલતી ગ્રામ પંચાયત આ પાણી વેરો ઉઘરાવતી નથી અને તેના માટે આ ટાંકીઓ માટે વીજબીલ ભરવા અને સમારકામ માટે ખર્ચ કરવો મુશ્કેલ બને છે ત્યારે આવા સંજોગોમાં આ ટાંકીઓ પૈકી મોટાભાગની બિનઉપયોગી જ સાબિત થવા પામી છે.

રાનકુવામાં ટાંકીનો માત્ર વૃક્ષ જ સાથી

હોળીપાડામાં લીકેજથી ટાંકી ખાલીખમ જ રહીં

આલીપોરમાં ખાલી ટાંકીના ભારથી જ દિવાલમાં તિરાડ

ખંભાળિયામાં ટાંકીનું બોર સાથે જોડાણ વિસરાયું

વાંદરવેલામાં પાણીની ટાંકી કાયમ આડે પડખે

કુરેલીયામાં ખામી બાદ ક્યારેય મરામત જ નહીં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો