તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદવાડા અને વાપી સ્ટેશનેથી ટ્રેનમાં દરરોજ લાખો રૂપિયાનો દારૂનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉદવાડા અને વાપી સ્ટેશનેથી ટ્રેનમાં દરરોજ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ગુજરાતના અલગ અલગ શહેરોમાં જીઆરપી અને આરપીએફના નજર સમક્ષ લઇ જવાતો હોય છે. શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉદવાડા સ્ટેશનેથી 1.14 લાખના દારૂ સાથે બીલીમોરાના ખેપિયાની ધરપકડ કરી છે. ટ્રેનમાં દારૂ સપ્લાયનું આખું નેટવર્ક કલસરની બે મહિલા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું પણ ખુલ્યું છે.

દમણથી દારૂનો મોટો જથ્થો દરરોજ અલગ અલગ ટ્રેનમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પહોંચાડી રહ્યો છે. ખાસ કરીને વાપી અને ઉદવાડા સ્ટેશનેથી ટ્રેનમાં દારૂનો જથ્થો ચઢાવવામાં આવતો હોય છે. સ્થાનિક ગર્વમેન્ટ રેલવે પોલીસ અને આરપીએફની નિષ્ક્રિયતાના પગલે શુક્રવારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરિટ સેલની ટીમે દારૂ પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરની ટીમે એસઆરપીની મદદ લઇને ઉદવાડા સ્ટેશને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ઉદવાડા સ્ટેશનના પ્લેટફોર્મ અને પાર્કિગમાં સંતાડીને રાખવામાં આવેલો કુલ 1.14 લાખના મુદ્દામાલનો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, ટ્રેનમાં દારૂ ચઢાવનારા ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ટ્રેનમાં દારૂ લઇ જનાર આશિષ રામકૈલાશ જયસ્વાલ રહે. બલકેશ્વર, બીલીમોરાની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી અને બીલીમોરા સુધી ટ્રેનમાં દારૂનો જથ્થો પહોંચાડનાર તરીકે પારડીના કલસરગામની મહિલા ઇન્દુબેન મહેશભાઇ પટેલનું નામ ખુલ્યું છે. જ્યારે દારૂનો જથ્થો ગણદેવીના પોંસરીગામે રહેતી હંસાબેન વિનોદ પટેલે મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો